ગુજરાત

gujarat

Amitabh as Dashrath : પ્રભુ રામના પિતાનું પાત્ર ભજવશે અમિતાભ બચ્ચન ! જુઓ રામનું પાત્ર કોને ઓફર થયું

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2024, 4:30 PM IST

દંગલ ફેમ ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં અમિતાભ બચ્ચન પ્રભુ રામના પિતા દશરથનું પાત્ર ભજવવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, સાઉથ સ્ટાર યશ અને સાઈ પલ્લવી પણ મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહ્યા છે.

પ્રભુ રામના પિતાનું પાત્ર ભજવશે અમિતાભ બચ્ચન
પ્રભુ રામના પિતાનું પાત્ર ભજવશે અમિતાભ બચ્ચન

હૈદરાબાદ :મહાકાવ્ય ગાથા આગામી પૌરાણિક ફિલ્મ 'રામાયણ' હાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર રામનું પાત્ર ભજવશે અને સાઉથનો સુપરસ્ટાર રોકિંગ સ્ટાર યશ રાવણનો રોલ કરશે. દંગલ ફેમ ડિરેક્ટર નિતેશ તિવારી આ ફિલ્મ તૈયાર કરી રહ્યા છે. આ ફિલ્મ ચાલુ વર્ષના અંતમાં શરૂ થવા જઈ રહી છે. ફિલ્મમાં સીતાનું પાત્ર કઈ અભિનેત્રી ભજવશે તે પણ જાહેર થઈ શક્યું છે. ધીમે ધીમે રામાયણના તમામ પાત્રોના ચહેરાઓ સામે આવી રહ્યા છે. હવે આ મોસ્ટ અવેટેડ ફિલ્મ સાથે સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું નામ જોડાઈ ગયું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ભગવાન રામના પિતા દશરથનું પાત્ર ભજવવા જઈ રહ્યા છે.

શું બિગ બી બનશે ભગવાન રામના પિતા ?

350 કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મમાં સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી સીતાનું પાત્ર ભજવશે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને દશરથનો રોલ ઓફર કરવામાં આવ્યો છે. જોકે આ માહિતી પર નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન અથવા પુષ્ટિ આપવામાં આવી નથી.

અગાઉ વર્ષ 2009 માં અભિનેતા સંજય ખાન અને ફારુખ ધોંડી દ્વારા લખાયેલી 'ધ લિજેન્ડ ઓફ રામ'માં પણ અમિતાભ બચ્ચનને દશરતનો રોલ કરવા માટે ઓફર કરવામાં આવી હતી. 'ધ લિજેન્ડ ઓફ રામ'માં હૃતિક રોશને રામની ભૂમિકા ભજવી અને તેના ભૂતપૂર્વ સાળા ઝાયેદ ખાને લક્ષ્મણની ભૂમિકા ભજવી હતી.

નોંધનીય છે કે, અમિતાભ બચ્ચને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ભાગ લીધો હતો. અહીં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ અને કેટરિના કૈફ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. તાજેતરમાં જ અમિતાભ બચ્ચન ફરી રામ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

  1. Lal Salaam: 'લાલ સલામ' બૉક્સ ઓફિસ પર ચાલ્યો 'જેલર' રજનીકાંતનો જાદૂ, ઓપનિંગ ડે પર થઈ આટલી કમાણી
  2. 'તેરી બાતો મે એસા ઉલજા જિયા'ની ઓપનિંગ ડે પર ધીમી શરૂઆત, બીજા દિવસે બૉક્સ ઓફિસ પર મચાવશે ધમાલ ?

ABOUT THE AUTHOR

...view details