ગુજરાત

gujarat

Share market Update : બજેટની રાહમાં શેરબજારમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ સેન્સેક્સ 71,747.63 પર ખુલ્યો

By ETV Bharat Gujarati Team

Published : Feb 1, 2024, 9:54 AM IST

Updated : Feb 1, 2024, 10:08 AM IST

કેન્દ્રીય ઇન્ટરિમ બજેટના આજના દિવસે શેરબજારનું ઓપનિંગ આશાભર્યા માહોલમાં ખુલ્યું હતું. શેરમાર્કેટ અપડેટની વાત કરીએ તો બજેટમાં વેપાર વાણિજ્યના ક્ષેત્રો માટે સરકાર મોટી જાહેરાતો કરે તેવી સંભાવના વચ્ચે મુંબઇ સ્ટોક એક્સચેન્જમાં સેન્સેક્સ 71,747.63 પર ખુલ્યો હતો. તો નિફ્ટી થોડા ઘટાડા સાથે 21,724 ખુલ્યો હતો.

Share market Update : બજેટની રાહમાં શેરબજારમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ સેન્સેક્સ  71,747.63 પર ખુલ્યો
Share market Update : બજેટની રાહમાં શેરબજારમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ સેન્સેક્સ 71,747.63 પર ખુલ્યો

મુંબઇ : કેન્દ્ર સરકારનું આ વર્ષનું લોકસભા ચૂંટણી પહેલાનું બજેટ છે ત્યારે શેરબજારમાં મોટી હલચલ જોવા મળી નથી. બજેટ રજૂ થયાં બાદ શેરબજાર પોતાના પ્રતિભાવરુપે ઝડપી વધઘટ દર્શાવતું જોવા મળશે. બહેરહાલ, ગઇકાલના શેરબજારમાં ક્લોઝિંગ બેલની વાત જોઇ લઇએ. ગઇકાલે BSE Sensex 612 પોઈન્ટ ઉછળીને 71,752 ની સપાટીએ બંધ થયો હતો. તો NSE Nifty ઈનડેક્સ પણ વધીને 21,726 પર બંધ થયેલો જોવા મળ્યો હતો. ત્યારે આજે બજેટના દિવસે શેર માર્કેટ ઓપન થતાં જ સેન્સેક્સ 200 પોઈન્ટ ઉછળીને 71,747.63 પર ખુલ્યો હતો. તો નિફ્ટી 0.01 ટકાના ઘટાડા સાથે 21,724 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

શેરબજારનું સેન્ટિમેન્ટ બજેટ અગાઉ તેજીમય :શેરબજારમાં બજેટ રજૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. લોકસભા ચૂંટણી 2024નું આ અંતરિમ બજેટ હોવાથી આ બજેટ અર્થતંત્રને વેગ આપવાવાળું અને ઉદ્યોગો તેમ જ સામાન્ય જનતાનું હશે તેવી આશા વચ્ચે શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. જીએસટીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે તેમ જ રાજકોષીય ખાધ તેના લક્ષ્યના 55 ટકા સુધી પહોંચી છે જે ભારતીય અર્થતંત્ર માટે પોઝિટિવ નિશાની છે. આગામી વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિદર સાડાસાત ટકા રહેવાની ધારણા સેવાઇ રહી છે જે વિશ્વની ઇકોનોમીની સરખામણીએ વધારે છે. આમ તમામ પોઝિટિવ સંકેતો પાછળ શેરબજારનું સેન્ટિમેન્ટ બજેટ અગાઉ તેજીમય રહ્યું છે.

ટ્રેડિંગ વોલ્યુમ ખૂબ ઓછા :આજે સ્ટોક માર્કેટ આશાભર્યા વાતાવરણ વચ્ચે ખુલ્યું હતું. સેન્સેક્સ પ્લસમાં ખુલ્યું ઉછળીને 72,000ની સપાટીને ટચ થયો ત્યાર બાદ સાવચેતીરુપી અને નફારુપી વેચવાલી નીકળતાં માર્કેટ સામાન્ય માઇનસમાં ટ્રેડ કરી રહ્યું છે. જોકે હાલ ટ્રેડિંગ વોલ્યુમ ખૂબ ઓછા છે. શેરબજારના ખેલાડીઓ બજેટની રાહ જોઇ રહ્યાં છે. બજેટ રજૂ થયાં પછી અને બજેટનો અભ્યાસ કર્યા પછી નવી પોઝિશન લેશે.

કોઇ છૂટછાટ નહીં આવે: અગ્રણી બજાર વિશ્લેષકના અભિપ્રાય પહેલાં ચૂંટણી પહેલાંનું આ વચગાળાનું આ બજેટ છે જેથી આમાં કોઇ છૂટછાટ નહીં આવે. માત્રને માત્ર વોટ ઓન એકાઉન્ટ હશે તેમ છતાં બજારની નજર બજેટ ઉપર મંડાયેલી છે.

  1. Parliament Budget Session 2024 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરી રહ્યા છે, આજથી બજેટ સત્ર શરૂ થયું
  2. Budget Year 2024-25 : વર્ષ 2023-24માં રજૂ થયેલ બજેટ અને તેની અગ્રીમતાની સ્થિતિ શું છે એ અંગેની માહિતી પર એક નજર...
Last Updated : Feb 1, 2024, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details