ગુજરાત

gujarat

CAA hearing in Supreme Court : CAA પર 'સુપ્રીમ' સુનાવણી, 200 થી વધુ અરજી દાખલ થઈ

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 10:22 AM IST

નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 200 થી વધુ અરજી દાખલ કરવામાં આવી છે. આ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જાણો કોણ કરી રહ્યું છે વિરોધ...

CAA પર 'સુપ્રીમ' સુનાવણી
CAA પર 'સુપ્રીમ' સુનાવણી

નવી દિલ્હી : 13 માર્ચ, મંગળવારે સુપ્રીમ કોર્ટમાં CAA પર સુનાવણી હાથ ધરવામાં આવશે. CAA સામે મુખ્યત્વે કેરળની UDF સરકાર, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) અને અન્ય વતી 200 થી વધુ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીઓમાં CAA ના અમલ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે. તેમજ CAA ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો છે.

CAA વિરુદ્ધ અરજી :સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ઓવૈસીએ CAA ના અમલ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. ઓવૈસીએ આસામના 1.5 લાખ મુસ્લિમોનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, આ કાયદાની અસરમાં ઘણા લોકો આવશે. કેરળ સરકારે CAA નિયમોના અમલીકરણને રોકવા માટે વચગાળાના મનાઈ હુકમની માંગ કરી છે. કેરળ સરકારે CAAના નિયમોને ગેરબંધારણીય જાહેર કર્યા છે.

કેરળ સરકારનો વિરોધ :રાજ્ય સરકારે ભારતના ત્રણ પાડોશી દેશોના છ ધર્મના અલ્પસંખ્યકોને નાગરિકતા આપવા માટે આ કાયદો લાગુ કર્યો હતો. કેરળની UDF સરકારે આ કાયદાને પડકારતા કહ્યું છે કે, ધર્મના આધારે ભેદભાવ અયોગ્ય છે અને બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. UDF સરકાર દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે, CAA પસાર થયાના ચાર વર્ષ પછી તેને લાગુ કરવામાં આવ્યો છે, આનો સીધો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારને કોઈ ઉતાવળ નહોતી.

શું છે CAA ?નોંધનીય છે કે કેન્દ્ર સરકારે 11 માર્ચે CAA લાગુ કર્યો હતો. તેને 2019 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. CAA હેઠળ ભારતના પાડોશી દેશમાં સામેલ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ સહિત સતામણી કરાયેલા બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા પ્રદાન કરવામાં આવે છે.

  1. Citizens Amendment Act: CAA કાયદો કોઈ નાગરિકની નાગરિકતા છીનવતો નથી, પણ...: ગૃહ રાજ્ય મંત્રી
  2. Amit Shah On CAA: CAA ક્યારેય પાછો ખેંચવામાં નહીં આવે, કરોડો શરણાર્થીઓને ન્યાય આપવાનો ઉદ્દેશ, લઘુમતીઓએ ડરવાની જરૂર નથી.

ABOUT THE AUTHOR

...view details