ગુજરાત

gujarat

રાજસ્થાનમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં ગડબડનો કિસ્સો, એક સગર્ભાનું મૃત્યુ થતા મેડિકલ વિભાગમાં ખળભળાટ - Disturbance In Blood Transfusion

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 3:09 PM IST

રાજસ્થાનના સિકરમાં લોહી ચડાવવા દરમિયાન ત્રણ મહિલાની તબિયત લથડતાં તેમને જયપુર રિફર કરવામાં આવ્યા હતા. જે પૈકી એક મહિલાનું આજે મોત થયું હતું. મહિલાના મોત બાદ મેડિકલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. Disturbance in blood transfusion

રાજસ્થાનમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં ગડબડનો કિસ્સો
રાજસ્થાનમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં ગડબડનો કિસ્સો (ETV Bharat Desk)

રાજસ્થાન :રાજસ્થાનના નવા રચાયેલા જિલ્લા નીમકાથાનામાં શનિવારના રોજ રક્ત ટ્રાંસફ્યુઝન દરમિયાન ત્રણ મહિલાની તબિયત બગડતાં તેમને જયપુર રીફર કરવામાં આવ્યા હતા. જેમાંથી એક મહિલા મૈના દેવીનું જયપુરની SMS હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે ગર્ભવતી મહિલાની હાલત નાજુક છે. સગર્ભા મહિલાના મોત બાદ મેડિકલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. CMO ડો. વિનય ગેહલોતે PMO ડો. કમલસિંહ શેખાવત અને BCMO ડો. ભૂપેન્દ્રસિંહના નેતૃત્વમાં એક તપાસ ટીમ બનાવી છે.

બ્લડ સેન્ટર પર ઉઠ્યા પ્રશ્નો : ત્રણેય મહિલાઓ માટે શનિવારના રોજ સીતા બ્લડ સેન્ટરમાંથી બ્લડ મંગાવ્યું હતું. જિલ્લા હોસ્પિટલના મહિલા ડોક્ટરોની દેખરેખ હેઠળ મહિલાઓને બ્લડ ચઢાવવામાં આવ્યું હતું. લોહી ચડાવવા દરમિયાન ત્રણેય મહિલાની તબિયત લથડી હતી. ત્રણેય મહિલાઓની નાદુરસ્ત તબિયતને કારણે સીતા બ્લડ સેન્ટર પર સવાલો ઉઠી રહ્યા છે. CMHO દ્વારા એડીસીને ખાનગી બ્લડ સેન્ટરની તપાસ માટે પત્ર લખવામાં આવ્યો છે.

મેડિકલ વિભાગ દ્વારા તપાસ :સરકારી જિલ્લા કપિલ હોસ્પિટલ નીમકાથાનામાં ગર્ભવતી મહિલાઓ મૈના દેવી, ગીતા અને મધુને રક્ત આપવામાં આવ્યું હતું. જેમાં ગીતા દેવીનું બ્લડ ગ્રુપ બી પોઝીટીવ હતું. જ્યારે મધુ અને મૈના દેવીનું બ્લડ ગ્રુપ એ પોઝીટીવ હતું. ડો. હેમંત કટારીયાએ નયના દેવીના બ્લડ ગ્રુપનું ક્રોસ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ગીતા અને મધુ દેવીનું બ્લડ ગ્રુપ ડો. અસરામ ખટાણા દ્વારા ક્રોસ ચેક કરવામાં આવ્યું હતું. હાલમાં મેડિકલ વિભાગ મીના દેવીના મૃત્યુનું કારણ શોધી રહ્યું છે.

  1. 8 માસના ગર્ભ સાથે સગર્ભા મહિલાનું મોત, ઇજેક્શનનો ડોઝ ચાલુ હતો ત્યારે બની ઘટના
  2. Odisha : ઓડિશામાં એમ્બ્યુલન્સ ન મળતાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને બાઈક પર લઈ જવો પડ્યો

ABOUT THE AUTHOR

...view details