Odisha News: ઓડિશામાં એમ્બ્યુલન્સ ન મળતાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને બાઈક પર લઈ જવો પડ્યો

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 2:23 PM IST

thumbnail

ઓડિશા: એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા ન હોવાને કારણે સંબંધીઓને 10 કિમી સુધી બાઇક પર માણસના મૃતદેહને લઈ જવાની ફરજ પડી. મંગળવારે સાંજે બાલાસિંગા ગામ અંગુલ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના નોંધાઈ. માહિતી અનુસાર દુઆરી ગુરુ કે જે અંગુલ જિલ્લાના બાલાસિંઘા ગામનો રહેવાસી છે. મંગળવારે સાંજે 4 વાગ્યાની આસપાસ તેનું મૃત્યુ થયું હતું. સ્થાનિક લોકોએ મૃતદેહને હોસ્પિટલ લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. જો કે હોસ્પિલના સ્ટાફે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નથી તેમ કહી કોલ સેન્ટર દ્વારા રાહ જોવાનું જણાવ્યું હતું. જો કે, સાંજના 6.30 વાગ્યા સુધી એમ્બ્યુલન્સ પહોંચી ન હતી. ત્યારબાદ પરિવાર અને સંબંધીઓએ એમ્બ્યુલન્સની સુવિધાના અભાવે મૃતદેહને બાઇક પર પોસ્ટમોર્ટમ માટે અંગુલ જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. 

  1. મહારાષ્ટ્રના ધૂલેમાં એમ્બ્યુલન્સ ન મળતાં સગર્ભા સ્ત્રીને વાંસની થેલીમાં હોસ્પિટલમાં પહોંચાડી
  2. chhattisgarh: મૃત્યુ બાદ ના મળી એમ્બ્યુલન્સ, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને બાઈક પર લઈ જવો પડ્યો

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.