ગુજરાત

gujarat

Valentine Day 2024: છીંદવાડાના અંધ શિક્ષકની વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રેમની અનોખી અભિવ્યક્તિ

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2024, 8:19 PM IST

પ્રેમની અભિવ્યક્તિએ દુનિયાના દેખાડાની બાબત નથી. તે પોતાના પ્રેમી સાથે શેર કરતા વ્યક્તિગત બાબત છે. મધ્યપ્રદેશના છીંદવાડાના અંધ પતિ પોતાની અંધ પત્ની સાથે અનોખી રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરે છે. વાંચો આ અંધ પતિની પ્રેમની અનોખી અભિવ્યક્તિ વિશે વિગતવાર. Valentine Day 2024 Blind Teacher Unique Style Buy Rose From USA Blind Wife

છીંદવાડાના અંધ શિક્ષકની વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રેમની અનોખી અભિવ્યક્તિ
છીંદવાડાના અંધ શિક્ષકની વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રેમની અનોખી અભિવ્યક્તિ

છિંદવાડાઃ આપણે પ્રેમની ઘણી અનોખી અભિવ્યક્તિઓના કિસ્સા સાંભળીએ છીએ. પ્રેમીઓ પ્રેમના દિવસ એવા વેલેન્ટાઈન ડેને પણ અલગ અલગ રીતે ઉજવે છે. અમે તમને આવા જ એક કપલ વિશે જણાવીશું જેઓ અંધ હોવા છતાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરે છે. આ કપલે આ રંગીન દુનિયા પોતાની આંખે જોઈ નથી, પરંતુ તેઓ પ્રેમની લાગણીને સારી રીતે સમજે છે અને વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે વિદેશથી ગુલાબ મંગાવીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

2010માં લગ્નઃ ચંદન ગામની સરકારી શાળાના શિક્ષક રાજેન્દ્ર કૈથવાસ બાળપણથી જ આંખોની રોશની ગુમાવી ચૂક્યા છે. સખત અભ્યાસ કરીને તેઓ સરકારી શિક્ષક બન્યા. તેઓ સતત શિક્ષણનો પ્રકાશ ફેલાવી રહ્યા છે. દુનિયાને પોતાની આંખોથી ન જોઈ શકવા માટે તેઓ હંમેશા દુઃખી રહેતા હતા. તેમના એક મિત્રએ તેમને દુર્ગા યાદવ વિશે માહિતી આપી. જે પણ અંધ હતી. આ બંને પ્રથમ મુલાકાતથી જ એકબીજાના પ્રેમમાં પડી ગયા. રાજેન્દ્ર કૈથવાસ અને દુર્ગા યાદવના લગ્ન 2010માં થયા હતા.

દર વર્ષે વિદેશથી ગુલાબની ખરીદીઃ વિશ્વભરમાં લોકો વેલેન્ટાઈન ડેની વિવિધ રીતે ઉજવણી કરે છે. શિક્ષક રાજેન્દ્ર કૈથવાસ પણ પોતાની પત્નીને વિદેશ લઈ જઈને વેલેન્ટાઈન ડે ઉજવવા ઈચ્છતા હતા. જો કે જોઈ શકતા ન હોવાથી તેમનો આ પ્રવાસ નિરર્થક હતો. તેથી તેણે વિચાર્યું કે જો તે વિદેશ ન જઈ શકે તો શું થયું તેઓ દર વર્ષે વેલેન્ટાઈન ડે પર તેની પત્નીને ભેટ આપવા માટે વિદેશમાંથી ગુલાબ ખરીદે છે.

દુનિયા સમક્ષ દેખાડાની જરુર નથીઃ જ્યારે ETV ભારતે શિક્ષક રાજેન્દ્ર કૈથવાસ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, તેઓ વેલેન્ટાઈન ડેના અવસરે દુનિયાને દેખાડવા માટે નહિ પરંતુ તેમના જીવનસાથી સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે માગે છે. તેમણે કહ્યું કે, ક્યારેય પોતાના જીવનસાથી સાથે ફોટો પડાવ્યો નથી, કારણ કે તે પોતે તેનો ફોટોગ્રાફ જોઈ શકતા નથી. રાજેન્દ્ર કૈથવાસે જણાવ્યું હતું કે, તેમણે ભલે બહારની દુનિયાને પોતાની આંખોથી ન જોઈ હોય, પરંતુ તેની પોતાની દુનિયા આંતરિક રંગોથી ભરેલી છે. તેમની પત્ની પણ તેમને પૂરો સાથ આપે છે.

સ્વાવલંબી દંપતિઃ આ દંપતી અંધ હોવા છતાં તમામ કામ જાતે કરે છે. તેમની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિની દરેક પ્રશંસા પણ કરે છે. દરરોજ બંને પતિ પત્ની સાથે મળીને તેમના ઘરનો કચરો ઘરથી લગભગ 500મીટર દૂર ડસ્ટબિનમાં નાંખે છે. આ ઉપરાંત શાળાના તમામ કામ કોઈના સાથ વિના સાથે કરે છે.

ઓનલાઈન ખરીદીઃ શિક્ષક રાજેન્દ્ર કૈથવાસે પોતાની અંધ પત્નીને આપવા માટે ઓનલાઈન માર્કેટિંગથી ગુલાબ ખરીદયું છે. તેમેણે કહ્યું કે. સ્કૂલના અન્ય સાથી શિક્ષકોની મદદથી ઓનલાઈન બૂકિંગ કરાવે છે. આ વખતે પણ તેણે ગુલાબના ફૂલોનું ઓનલાઈન બૂકિંગ કરાવ્યું છે. અમેરિકાથી ટૂંક સમયમાં જ તેની પાસે ગુલાબના ફૂલ આવશે અને તે ફરી એકવાર તેમની પત્ની દુર્ગાને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરશે.

  1. Sukesh Chandrasekhar: મહાઠગ સુકેશનું દિલ બંધ જેલમાં ધબક્યું, જેકલીન અને નોરાને 'વેલેન્ટાઈન ડે'ની પાઠવી શુભેચ્છા
  2. Ahmedabad Crime:વેલેન્ટાઈન ડે પડ્યો મોંઘો, યુવકે સગાઈ કરી દુષ્કર્મ આચરીને છેડો ફાડ્યો

ABOUT THE AUTHOR

...view details