ગુજરાત

gujarat

રાહુલ ગાંધીની વિચારસરણી માઓવાદી છે - રવિશંકર પ્રસાદ - Loksabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 30, 2024, 6:39 PM IST

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પટના સાહિબ બેઠકના ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદે વિપક્ષ પર અનામતને લઈને ભ્રમ ફેલાવવાનો આક્ષેપ લગાવ્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, હારની હતાશામાં વિપક્ષ બંધારણ બદલવા અને અનામત ખતમ કરવા જેવી વાતો કરી રહ્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024

રાહુલ ગાંધીની વિચારસરણી માઓવાદી છે
રાહુલ ગાંધીની વિચારસરણી માઓવાદી છે

રાહુલ ગાંધીની વિચારસરણી માઓવાદી છે

પટના: 2024ની લોકસભા ચૂંટણીમાં બંધારણ અને અનામતનો મુદ્દો છવાયેલો છે. વિપક્ષનો આરોપ છે કે જો આ વખતે ભાજપ સત્તામાં આવશે તો બંધારણ બદલાશે અને અનામત ખતમ થઈ જશે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે વિપક્ષના આ આક્ષેપો પર વળતો પ્રહાર કર્યો છે અને વિપક્ષની હારની હતાશા ગણાવી છે.

અનામત હંમેશા રહેશે: રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ અને આરજેડી નેતાઓ વારંવાર એક જ સૂર આલાપી રહ્યા છે કે જો ભાજપ સત્તામાં આવશે તો અનામતનો અંત આવશે. વડાપ્રધાને પોતે કહ્યું છે કે એસસી, એસટી અને ઓબીસી માટે અનામત હંમેશા રહેશે તેમાં કોઈ શંકા નથી. રવિશંકર પ્રસાદના વાકપ્રહારઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે વિપક્ષ પર વાકપ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, જે લોકો વારંવાર કહે છે કે જો ભાજપ આવશે તો SC, ST, OBC માટે અનામત ખતમ થઈ જશે, આનાથી મોટું કોઈ જુઠ્ઠાણું નથી. આનાથી વધુ શરમજનક, પાયાવિહોણું કંઈ નથી. આ તેમની હતાશા છે અને તેઓ હતાશામાં શું કરી રહ્યા છે. કર્ણાટક અને હવે તેલંગાણાના તમામ મુસ્લિમો કહી રહ્યા છે કે અમે સમાન મોડલને અનુસરીશું. બાબા સાહેબ ધર્મના આધારે અનામતના વિરોધમાં હતા તેમ કહેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતના બંધારણમાં ધર્મના આધારે કોઈ અનામત નથી. સુપ્રીમ કોર્ટે આ વાત વારંવાર કહી છે. બાબા સાહેબ પણ તેની વિરુદ્ધ હતા. SC એ આરક્ષણમાં સ્પષ્ટપણે લખેલું છે કે તે હિંદુઓ માટે છે, કારણ કે તેઓની ઉપેક્ષા કરવામાં આવી હતી અને પીડાય હતી.

માઓવાદી વિચારસરણી: રવિશંકર પ્રસાદે લોકોની સંપત્તિના સર્વેને લઈને રાહુલ ગાંધીના નિવેદન પર પણ વાકપ્રહાર કર્યા હતા. રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધી કહી રહ્યા છે કે હું લોકોની સંપત્તિનો સર્વે કરીશ અને પછી ક્રાંતિકારી નિર્ણયો લઈશ, તેનો અર્થ એ છે કે તમે લોકોની સંપત્તિને સ્પર્શ કરશો? રાહુલ ગાંધી દેશને ક્યાં લઈ જવા માંગે છે, આ તેમની માઓવાદી વિચારસરણી છે.

  1. અમિત શાહનો એડિટેડ વિડિયો થયો વાઈરલ, દિલ્હી પોલીસે નોંધી FIR - AMIT SHAH FAKE VIDEO
  2. દેવેન્દ્ર યાદવ દિલ્હી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા - Loksabha Election 2024

ABOUT THE AUTHOR

...view details