ગુજરાત

gujarat

દિલ્હીમાં કોંગ્રેસને મોટો ફટકો, પ્રદેશ અધ્યક્ષ અરવિંદરસિંહ લવલીએ આપ્યું રાજીનામું - ArvinderSingh Lovely resignation

By ETV Bharat Gujarati Team

Published : Apr 28, 2024, 11:59 AM IST

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં હલચલ શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી વચ્ચે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અરવિંદરસિંહ લવલીએ રાજીનામું આપી દીધું છે. તેની પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
અરવિંદરસિંહ લવલીએ આપ્યું રાજીનામું
અરવિંદરસિંહ લવલીએ આપ્યું રાજીનામું

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી 2024 પહેલા દિલ્હીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અરવિંદરસિંહ લવલીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. લોકસભા ચૂંટણીમાં ટિકિટની વહેંચણી બાદ કોંગ્રેસમાં બધું બરાબર નહોતું ચાલી રહ્યું. હવે પ્રદેશ પ્રમુખના રાજીનામા બાદ પક્ષમાં ખળભળાટ મચી ગયો છે.

દિલ્હી કોંગ્રેસમાં ખળભળાટ :તાજેતરમાં જ શીલા દીક્ષિત સરકારમાં મંત્રી રહી ચૂકેલા રાજકુમાર ચૌહાણે પોતાના પદ પરથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા. દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન અને ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી કન્હૈયા કુમારને ટિકિટ આપવા અંગે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયાએ નારાજગી વ્યક્ત કરી હતી.

અરવિંદરસિંહની એન્ટ્રી-આઉટ :આ દરમિયાન અરવિંદરસિંહ લવલી એપ્રિલ 2017 માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. પરંતુ એક વર્ષ પછી છેલ્લી લોકસભા ચૂંટણી 2019 માં તેઓ ફરીથી કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. તમને જણાવી દઈએ કે આવતીકાલથી દિલ્હીની તમામ સાત સીટ પર નોમિનેશન શરૂ થઈ રહ્યું છે. કોંગ્રેસ ત્રણ સીટ પર જ્યારે આમ આદમી પાર્ટી ચાર સીટ પર ચૂંટણી લડી રહી છે. આ બંને વચ્ચે ગઠબંધન છે.

  1. 'કોંગ્રેસ ભ્રષ્ટાચારની માતા, 4 જૂને રાહુલ ગાંધી નાનીના ઘરે જશે', MPમાં ગર્જ્યા UP ડે. સીએમ કેશવ પ્રસાદ મૌર્ય
  2. દિગ્વિજયસિંહને કાયમી વિદાય કરો, પરંતુ 'આશિક કા જનાજા હૈ જરા ધૂમ સે નીકલે.'-અમિત શાહ

ABOUT THE AUTHOR

...view details