નરેન્દ્ર મોદીના જીવનમાં આવેલા ઉતાર ચઢાવ, CMથી PMની સફર

By

Published : May 30, 2019, 6:32 PM IST

Updated : May 30, 2019, 9:31 PM IST

thumbnail

ન્યુઝ ડેસ્ક: નરેન્દ્ર દામોદરદાસ મોદી આપણા ગુજરાતના પનોતા પુત્ર અને હાલના વડાપ્રધાન મોદીના જીવન ચરિત્રની વાત કરીએ તો શબ્દો ઓછા પડે. મોદીના જીવનની થોડી વાત કરીએ તો, કોઈ પણ સંગઠન કાર્ય કે કાર્યક્રમની પૂર્વતૈયારી માટે પરીશ્રમ કરે અને લોકોને પણ કરાવે. વહેલી સવારે કામના સંદર્ભમાં ફોન કરે અને મોડી રાત્રે કામનું શું થયું? તેનું ફોલોઅપ પણ લે. અનેક દેશના રાષ્ટ્રપતિ કોઈ ટાપુ પર કે રીસોર્ટમાં વેકેશન માણતાં જોવા મળ્યાં છે, પરંતુ જ્યારથી નરેન્દ્રભાઈ સક્રિય રાજનીતિમાં આવ્યાં ત્યારથી કયારેય એક પણ દિવસની રજા કે વેકેશન માણ્યું નથી. ગુજરાતના મુખ્યપ્રધાન પદે હતા ત્યારે તેમને સ્વાઇન ફ્યુ થયો હતો છતા તેમને આરામ કર્યો નહોતો, જ્યારે દાઢનુ ઓપરેશન કરાવ્યું છતા મોડે રાત સુધી ગુજરાતની ચિંતા કરતા હતા, મોદીએ કહ્યુ કે “કામ ન કર્યાનો થાક લાગે, પણ કામ કર્યાંનો તો સંતોષ જ હોય” મોદી માને છે કે, જનજાગૃતિ દ્વારા જનશક્તિને દેશભક્તિમાં ફેરવવા યાત્રા એક મહત્વનું માધ્યમ છે, મોદીને નાનપણથી જ વાંચવાનો શોખ છે. મોદીની જીવનયાત્રિકા “સંઘર્ષમાં ગુજરાત”નામના પુસ્તકમાં છે, તેના લેખક નરેન્દ્ર મોદી જ છે, ગુજરાત પર અનેક આપદા આવી જેમકે કચ્છ ભૂકંપ,ગોધરાકાંડ,પૂર આવા અનિચ્છનિય ઘટના સામે વિકાસની વિચારધારા સાથે ચાલી યોદ્ધાની જેમ ગુજરાતને બેઠું કર્યું. મોદીને ગોધરાકાંડ પછી વિરોધીઓએ મોતના સોદાગર અને હિટલર સાથે મોદીને સરખાવી દીધા, પરંતુ મોદી મૌન રહ્યા, વર્ષ 2012માં પહેલીવાર મોદીએ 3D હોલોગ્રાફીથી સભા સંબોધી જે પહેલીવાર બન્યુ, મોદીને મળેલી ફેટ સોગાતને પણ તેમને કન્યા કેળવણી માટે વાપરે છે, મોદીના સુત્ર સાથે આખો દેશ ચાલી રહ્યો છે,મોદીએ 'સૌનો સાથ સૌનો વિકાસ' સાર્થક કરી બતાવ્યું, બીજીવારની જીત સાથે સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ચરિતાર્થ કર્યો.   મોદીની પરિશ્રમગાથાને વર્ણવવી મુશ્કેલ છે. એમની જ એક કવિતાની પંક્તિ ટાંકીને કહીએ તો, “અહીંયા પ્રારબ્ધને ગાંઠે કોણ?” “હું જ બળબળતું ફાનસ છું”

Last Updated : May 30, 2019, 9:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.