અમે ટૂંક સમયમાં મહાનગર મુંબઈ પાછા ફરીશુંઃ એકનાથ શિંદે

By

Published : Jun 28, 2022, 5:56 PM IST

thumbnail

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તાસંગ્રામમાં (Political Crises in Maharashtra) દરરોજ નવા નવા નિવેદનો સામે આવી રહ્યા છે. જોકે, એકનાથ શિંદે અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે જોવા મળતો વૈચારિક (Contrast view CM Thackeray and Eknath Shinde) મતભેદ ઉઘાડો પડ્યો છે. બળવાખોર મનાતા ઘારાસભ્યો સ્વૈચ્છાએ ગુવાહાટી આવ્યા હતા. હવે એકનાથ શિંદેએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે ટૂંક સમયમાં મુંબઈમાં (Shivsena Eknath Shinde) પાછા ફરીશું. અમે બાળા ઠાકરેની હિન્દુત્વની (Hindutva) વિચારધારા સાથે જોડાયેલા છીએ. આ વિચારધારાને આગળ ધપાવીશું. શિંદેએ એમ પણ કહ્યું કે, અહીં ગુવાહાટીમાં એક પણ ધારાસભ્યને દબાવવામાં આવ્યો નથી. એક સૂત્રએ કહ્યું કે કોઈપણ સમયે એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી છોડી શકે છે. હોટેલ રેડિસન બ્લુમાં 48 બળવાખોર ધારાસભ્યો છે. તેમાંથી એકનાથ શિંદે સહિત 38 શિવસેનાના ધારાસભ્ય છે અને 9 મહારાષ્ટ્ર વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.