સુરત ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલી કાર સહિત ત્રણ બુટલેગરોની ધરપકડ કરી
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5188663-thumbnail-3x2-ddddd.jpg)
સુરત: જિલ્લાના સચિન ભાટિયા ચેકપોસ્ટ ખાતેથી વિદેશી દારૂ ભરેલી કાર સહિત ચેતન પટેલ, પ્રિતેશ પટેલ અને તનય પટેલ નામના ત્રણ બુટલેગરોની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો, ત્રણ મોબાઈલ અને કાર સહિત છ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને ત્યાં પહોંચાડવાનો હતો તે અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.