જિલ્લાના અનેક પંથકમાં ધોધમાર વરસાદ, એક યુવકનું થયું મોત

By

Published : Jul 15, 2022, 3:12 PM IST

thumbnail

અમરેલી જિલ્લામાં ધારી, રાજુલા, જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ જોવા (Heavy Rain in Varsad) મળ્યો હતો. અહીં રોડરસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો (Amreli People in Trouble) પડ્યો હતો. જિલ્લામાં ગઈકાલે અમરેલીમાં 14 મિમી, સાવરકુંડલામાં 28 મિમી, ધારીમાં 23 મિમી, ખાંભામાં 42 મિમી અને રાજુલામાં 29 મિમી વરસાદ પડ્યો હતો. બીજી તરફ સાવરકુંડલાના નાના ભમોદરા પાસે ધીરૂભાઈના ડેમમાં એક યુવક પડી (A young man was tensed in Dhirubhai dam) ગયો હતો. ત્યારે સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ 28 વર્ષીય મૃતક લાલાભાઈ નાનુભાઈ ગોહિલના મૃતદેહને સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં માટે લઈ જવાયો હતો. તો ચક્કરગઢ રોડ પર આવેલા કાનાણીની વાડીની આગળ લોખંડનો થાંભલો નમી ગયો હતો. ત્યારે અહીં વીજ પૂરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જોકે, કોઈને જાનહાની થઈ નહતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.