મહેસાણા આવશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં હરિભાઈ પટેલનો પ્રચાર - Lok Sabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 25, 2024, 7:36 PM IST

thumbnail
()

મહેસાણા : લોકસભા ચૂંટણીમાં મહેસાણા વિસ્તારમાં ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સભા ગજવશે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં હરિભાઈ પટેલને જીતાડવા ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ઋષિકેશ પટેલ પોતે પણ મેદાને ઉતરી મહેનત કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મહેસાણામાં પ્રચાર કરવાઆવી શકે છે તેવું આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. હાલમાં ઋષિકેશ પટેલના મતવિસ્તારમાં હરિભાઈ પટેલનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ઋષિકેશ પટેલ હાલમાં હરિભાઈ સાથે પોતાના મત વિસ્તારમાં પ્રચારમાં ફરી રહ્યા છે. વિસનગર બેઠક પર ત્રણ દિવસ સુધી ઋષિકેશ પટેલ હરિભાઈ સાથે રહેશે. તેઓ ઉમેદવાર, નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ફરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ વિકાસના મુદ્દાને લઈને જીતશે તેવો દાવો થઇ રહ્યો છે.

  1. મહેસાણા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર હરિભાઇ પટેલ સાથે ખાસ વાતચીત - Mahesana Lok Sabha Seat
  2. જાતે ટ્રેકટર ચલાવીને ફોર્મ ભરવા પહોંચ્યા કોંગ્રેસના આ ઉમેદવાર, કર્યો જીતનો દાવો - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.