રીબડીયાના રાજીનામા બાદ ચૂંટણી ચર્ચામાં વિસાવદરના મતદારોનો મિજાજ

By

Published : Oct 7, 2022, 6:01 PM IST

thumbnail

જૂનાગઢ: આગામી મહિને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) આવી રહી છે. આવા જ સમયે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે, ત્યારે આજે ઈટીવી ભારતની ટીમે (Etv Bharat chuntni charcha) વિસાવદર વિધાનસભા બેઠક પર મતદારોનો મૂડ (Visavadar public mood) જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મતદારો અચાનક ધારાસભ્યના રાજીનામાંથી હતપ્રદ બન્યા છે, પાછલા દસ વર્ષથી મતવિસ્તાર માટે લડતા હર્ષદ રીબડીયા માટે અહીંના મતદારો આદર અને માન ધરાવતા હતા, પરંતુ કોઈ કારણોસર જે પ્રકારે તેમણે રાજીનામું (Harshad ribadiya resign) ધરી દીધું છે, જેને લઈને હવે મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિસાવદર વિધાનસભામાં ખેતી, જંગલી પ્રાણીઓ અને નદીઓના પ્રદૂષણને લઈને અનેક સમસ્યાઓ છે. પાછલા એક દસકાથી આ સમસ્યા સામે વિધાનસભા મત (junagadh visavadar assembly seat) વિસ્તારના મતદારો લડી રહ્યા હતા. જેનું પીઠબળ હર્ષદ રીબડીયા હતા, પરંતુ હવે રીબડીયાએ રાજીનામું આપી દેતા મતદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મતદારો ભાજપ પર પણ આક્ષેપ કરી રહ્યા છે કે, આ પાર્ટી કોંગ્રેસ નેતાઓને પોતાની પાર્ટીમાં ખેંચી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.