નવી દિલ્હીઃ જંતર મંતર પર લાગ્યા ડોનાલ્ડ ટ્રમ્પ ગો-બેકના નારા
નવી દિલ્હીઃ એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં શહેરના જતંર-મંતર પર હવન કરવામાં આવ્યો હતો અને બીજી તરફ ગો-બેકના નારા લગાવવામાં આવ્યાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ વધુ સારા સંબંધની શુભેચ્છા પાઠવી હતી. આ તરફ CPI પાર્ટીના લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પ ગો-બેકના નારા લગાવ્યાં હતાં. સીપીઆઇ નેતાએ રાજાએ કહ્યું કે, ભારતના વડાપ્રધાન મુસ્લિમ લોકોની ચિંતા કરતા નથી, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિના સ્વાગતમાં લાગેલા છે. એવા વડાપ્રધાનની આપણા દેશમાં કોઇ જરૂરત નથી.