દ્વારકા દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઇ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભાવિત વાવાઝોડાને લઈ પ્રશાશન સજ્જ થયું છે. દ્વારકા નજીકના દરિયામાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરાયું છે અને માછીમારો દરિયામાં ન જાય તે માટે પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. NDRF અને SDRF સહિત પોલીસ જવાનો સુરક્ષા કરી રહ્યાં છે. સાથે લોકોને સલામત સ્થળે રહેવા અપીલ કરાઈ છે. સરકારી તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.