અમદાવાદમાં પ્રથમ વખત યોજાશે બુરખા એક્સ્પો, 300થી વધારે બ્રાન્ડ લેશે ભાગ
અમદાવાદઃ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં યોજાતા રહે છે. પરંતુ આ વખતે એક નવું જ એક્ઝિબિશન રિવરફ્રન્ટ ખાતે યોજાવા જઇ રહ્યું છે જેનું નામ છે હરખા એક્સપો આ બુરખા એક્સપો મુલાકાતીઓ અને ગ્રાહકો માટે એક મોટું લીડ સ્ટેજ સાબિત થઇ શકે છે. આ એક્સ્પોમાં 300થી વધારે, બ્રાન્ડ, 50થી વધારે કોન્ફરન્સ 500થી વધારે એક્ઝિબીટર્સ, હજારથી વધારે ડેલિગેટ્સ અને ૩ લાખ જેટલા વિઝિટર્સ ભાગ લેશે. આ ઉપરાંત સ્ટેજ પ્રેઝન્ટેશન પણ યોજાશે. એક લાઈવ પરફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો બાળમજૂરી અને મહિલા સશક્તિકરણ સહિતના મુદ્દા પર લાઈવ પ્રોગ્રામ કરવામાં આવશે.