ઓહો! એક સાપ બીજા સાપને આખેઆખો ગળી ગયો,પછી થયા એના આવા હાલ

By

Published : Jun 17, 2022, 7:39 PM IST

thumbnail

વિશાખાપટ્ટનમ: એક સાપ બીજા સાપને ગળી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Snake Video on Social Media) થયો છે. આ ઘટના બુધવારે મધ્યરાત્રિએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લામાં (Vishakhapatnam in Andhra Pradesh) બની હતી. નૌકાદળના જવાનો તેમની ફરજો પૂરી કરીને (Dolphin hall visakhapatnam) ડોલ્ફિન હોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે દ્રષ્ય જોવા મળ્યું હતું. રસ્તાની બાજુમાં એક સાપ બીજા સાપને ગળી રહ્યો હતો. સાપ બીજા સાપનો અડધો ભાગ ગળી ગયો.. પાછળથી તેને થૂંક્યો અને પછી પાછું એનું શરીર બહાર કાઢતો હતો. પરંતુ આ સાપ પહેલાથી જ મરી ગયો હતો. સામાન્ય રીતે એક જ પ્રજાતિના પ્રાણીને ખાવાને નરભક્ષકતા કહેવામાં આવે છે. સાપ પકડનાર નાગરાજુને જાણ કર્યા પછી તરત જ તે ત્યાં પહોંચી ગયો અને મરેલા અને જીવતા સાપોને લઈને જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો. સામાન્ય રીતે સાપના અનેક એવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરસ થયેલા છે. પણ એક સાપ બીજા મરેલા સાપને ગળી જતો હોય એવો આ વીડિયો અસાધારણ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.