Vibrant Gujarat 2022: સાયન્સ સિટી ખાતે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટીટ્યૂશન્સ યોજાશે

By

Published : Jan 2, 2022, 9:11 PM IST

thumbnail

વાઈબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat 2022) ગ્લોબલ સમિટ 2022ના ભાગરૂપે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટીટ્યૂશન્સ (International Conference of Academic Institutions) યોજાવાનું છે. એજ્યુકેશન ક્ષેત્રે આગામી દિવસોમાં ગુજરાતમાં મહત્વની ઈવેન્ટ થવા જઈ રહી છે. સાયન્સસિટી ખાતે આગામી 5 અને 6 જાન્યુઆરીના રોજ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં કુલ 21 સેશન્સ યોજાશે અને 120 જેટલા પેનલ સ્પીકર આ કોન્ફરન્સમાં મુકાશે. 5મી જાન્યુઆરીએ સવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ધરમેન્દ્ર પ્રધાન સહિત કેન્દ્રીય પ્રધાન પણ ઈવેન્ટમાં ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત પ્રાથમિક અને હાયર એજ્યુકેશનનો રોડ મેપ કેન્દ્રીય પ્રધાન ધરમેન્દ્ર દ્વારા ખુલ્લો મુકવામાં આવશે. આ ઈવેન્ટમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, નોર્વે, યુકે, ફ્રાન્સ જેવા દેશો પાર્ટનર દેશો તરીકે જોડાશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન અને દિવ્યાંગ એજ્યુકેશન માટે વિવિધ સ્કિલ માટેના સેમિનારો પણ યોજાશે,ત્યારે આ ઇવેન્ટમાં કેટલાક MOU પણ થવાના છે, જ્યારે આગામી સમયમાં નવી શિક્ષણ નીતિનો (New education policy India) યોગ્ય અમલ કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.