Surat Gram Panchayat Election 2021: બારડોલી, મહુવા અને પલસાણા તાલુકામાં મત ગણતરી શરૂ

By

Published : Dec 21, 2021, 10:22 AM IST

thumbnail

સુરતમાં 19 ડિસેમ્બર (રવિવારે) ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી (Surat Gram Panchayat Election 2021) યોજાઈ હતી. ત્યારે આજે મત ગણતરી કરવામાં આવી રહી છે. જિલ્લાના બારડોલી, મહુવા અને પલસાણા તાલુકામાં બનાવવામાં આવેલા રિસિવિન્ગ અને ડિસ્પેચિંગ સેન્ટર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણતરી મતગણતરી શરૂ (Counting of votes started in Surat) કરવામાં આવી છે. બારડોલી તાલુકાની 45 ગ્રામ પંચાયતોની મત ગણતરી બી.એ.બી.એસ.હાઈસ્કૂલ ખાતે (Counting of votes in BABS High School), મહુવા તાલુકાની મત ગણતરી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાછલ ખાતે (Counting of votes in Government Arts and Commerce College at Kachal) અને પલસાણા તાલુકાની ગણતરી ડી.બી.હાઈસ્કૂલ પલસાણા ખાતે થઈ રહી છે. તો રવિવારે યોજાયેલી ચૂંટણીમાં (Surat Gram Panchayat Election 2021) બારડોલી તાલુકામાં 69.57 ટકા, મહુવા તાલુકામાં 80.30 ટકા અને પલસાણા તાલુકામાં (Counting of votes in DB High School of Palsana taluka) 72.33 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લામાં કુલ 407 ગ્રામ પંચાયતોમાં 391 સરપંચ પદ માટે 1,708 ઉમેદવારો અને 2,539 સભ્ય પદ માટે 8,673 ઉમેદવારો મળી કુલ 10,381 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.