શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરાની મુલાકાતે, શહેરના વિવિધ કાર્યક્રમમાં આપી હાજરી
વડોદરાઃ રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શહેરના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમને M.S.યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં અમદાવાદ DPS સ્કૂલ એફિલેશન અને CBSE અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. શાળા સંચાલકો દ્વારા જે બેફામ ફી ઉઘરાવવામાં આવે છે, તે અંગે પૂછતાં શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે," આગામી 29 તારીખે આ કેસની સુપ્રીમમાં આખરી સુનાવણી છે. જેથી આ અંગે નિવેદન કરવું યોગ્ય નથી"
Last Updated : Nov 23, 2019, 11:54 PM IST