Fashion Show in Vadodara : વડોદરામાં જય જવાન જય કિસાનની થીમ પર કાર્યક્રમ યોજાયો

By

Published : Jan 26, 2022, 4:37 PM IST

thumbnail

વડોદરાઃ વડોદરા શહેરના ઉભરતાં મોડેલ્સને પોતાનું ટેલેન્ટ દર્શાવવા યોગ્ય મંચ મળી રહે તે હેતુસર ડાન્સ અને ફેશન શૉનું (Fashion Show in Vadodara) આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં આ વર્ષે 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે આજની યુવાપેઢીમાં દેશ માટે કંઈક કરી છૂટવાનું ઝનુન પેદા થાય તે હેતુસર આ ફેશન શૉનું આયોજન કરાયું હતું. વિવિધ વયજુથના 40 જેટલાં મોડેલ્સે જય જવાન, જય કિસાન થીમ પર ડિઝાઈનર વસ્ત્રો પરિધાન કરી રેમ્પ વૉક કર્યું હતું. આ સિવાય રાષ્ટ્રવાદ થીમ પર જ સમગ્ર ડેકોરેશન કર્યું હતું. જેથી દેશભક્તિમય માહોલ (Republic Day 2022 Celebrations in Vadodara) સર્જાયો હતો. ફેશન શોમાં કિડસથી લઈને અલગ અલગ કેટેગરીમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં બાળકોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.