પ્રદેશ ભાજપ સંગઠનમાં જયંતિભાઈ કવાડિયાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઇ

By

Published : Jan 8, 2021, 2:59 PM IST

thumbnail

મોરબી : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સંગઠનના પ્રદેશ હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં મોરબી ભાજપ અગ્રણી જયંતિભાઈ કવાડિયાની પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે ગોરધનભાઈ ઝડફીયા, જયંતીભાઈ કવાડિયા, મહેન્દ્રસિંહ સરવરિય, નંદાજી ઠાકોર, કૌશલ્યાબા કુંવરબા પરમાર, જનકભાઈ બગદાણાવાળા અને વર્ષાબેન દોશી જયારે પ્રદેશ મહામંત્રી તરીકે ભીખુભાઈ દલસાણીયા, ભાર્ગવભાઈ ભટ્ટ, રજનીભાઈ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, વિનોદભાઈ ચાવડાની વરણી કરવામાં આવી છે. જયારે પ્રદેશ પ્રધાન તરીકે મહેશ કસવાલા, રઘુભાઈ હુંબલ, પંકજભાઈ ચૌધરી, શીતલબેન સોની, ઝવેરીભાઈ ઠકરાર, નૌકાબેન પ્રજાપતિ, જહાનવીબેન વ્યાસ, કૈલાશબેન પરમાર તેમજ પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે સુરેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ સહ કોષાધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રભાઈ શાહની નિમણુક કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.