ભરૂચમાં ધોધમર વરસાદથી ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી, આયોજકો અને ખેલૈયાઓ નિરાશ

By

Published : Oct 7, 2019, 3:31 AM IST

thumbnail

ભરૂચ: આઠમના નોરતે ધોધમાર વરસાદ વરસતા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયા હતાં, જેના કારણે આયોજકો અને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી. બીજી તરફ અંકલેશ્વરમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતાં, જેના કારણે જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદના કારણે ભરૂચ અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાયા હતાં જેને કાઢવા આયોજકોએ દોડધામ કરી મૂકી હતી. નવરાત્રીની પૂર્ણતાને હવે બે દિવસ જ બાકી છે, ત્યારે વરસાદી માહોલ જોવા મળતા આયોજકો અને ખેલૈયાઓ ચિંતાતુર બન્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.