રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં હડતાલનો ચોથો દિવસ

By

Published : Feb 21, 2020, 12:19 PM IST

thumbnail

રાજકોટ: શહેરના બેડી માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનની હડતાલનો ચોથો દિવસ છે. ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા વેપારીઓ સાથે બેઠક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બેઠકમાં હાજર રહ્યા ન હતા. વેપારીઓની માગ છે કે, તેમના દ્વારા કરવામાં આવેલ પોલીસ કેસ પરત ખેંચવામાં આવે. ત્યાર બાદ જ હડતાલ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે. જો કે, યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી શનિવારના રોજ ફરી એક બેઠક બોલાવવામાં આવી હતી. તેમજ આગામી સોમવારના રોજ યાર્ડ ફરી ધમધમતું થવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, યાર્ડમાં સત્તત ચાર દિવસથી કામકાજ બંધ હોવાથી કરોડો રૂપિયાનો વ્યવહાર ખોરવાયો છે. જ્યારે યાર્ડમાં પાક લઈને આવતા ખેડૂતોની પરિસ્થિતિ પણ હાલ વણસી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.