દત્તક ગામનો વિકાસ તો થયો પણ સરકારી ચોપડે

By

Published : Mar 16, 2019, 3:26 PM IST

thumbnail

2014માં  લોકસભાની ચૂંટણી જીત્યા બાદ  સાંસદ બનેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા આણંદ જિલ્લાનું મઘરોલ ગામ દત્તક લેવામાં આવ્યું હતું. વિકાસના અનેક કામોનો પ્રારંભ થયો હતો, પણ હવે તે પૂર્ણ ક્યારે થશે તેની ગ્રામવાસીઓ રાહ જોઈ રહ્યા છે. જે વિકાસના કામો માટે એજન્સીઓ કામે લાગી હતી તેમણે કરેલા વ્યાપક ભ્રષ્ટાચારના મામલામાં ગ્રામજનો દ્વારા હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. પૂર્ણ થયેલ કામમાં  મોટા પાયે ભ્રષ્ટાચારના  કિસ્સા સામે આવતા ગ્રામજનો દ્વારા સમગ્ર ઘટના જિલ્લા કલેકટરના ધ્યાને દોરવામાં આવી. તપાસમાં સાડા ચાર કરોડ જેટલો અંદાજિત ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.