ટાટા કેમિકલ્સ TCSRD મીઠાપુર દ્વારા દ્વારકા ખાતે રોજગાર મેળો યોજાયો
દેવભૂમિ દ્વારકાઃ ટાટા કેમિકલ્સ મીઠાપુર દ્વારા રોજગાર મેળો 2020 યોજાયો હતો. જેમાં ધોરણ 10, 12, ITI, એમ્પ્રેન્ટિસ, કોમર્સ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા અભ્યાસ કરેલા ફ્રેશ ઉમેદવારોએ નોકરી માટે નોંધણી કરાવી હતી. આ રોજગાર મેળામાં ગુજરાતભરની વિવિધ ક્ષેત્રની 13 કંપનીએ કુલ 1800 જેટલી નોકરીઓ માટે ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ લીધા હતા. જેમાં MRF, હોન્ડા મોટર્સ અને JBM ઓટો, રિલાયન્સ રિટેલ જેવી કંપનીઓના અધિકારીઓએ ફ્રેશ ઉમેદવારોના શૈક્ષણિક સર્ટિફિકેટ ચેક કરીને તેઓને નોકરી માટે આગળની કાર્યવાહી સમજાવી હતી. 3500થી પણ વધુ ઉમેદવારોએ આ રોજગાર મેળામાં ઉમેદવારી નોંધાવી હતી.
Last Updated : Feb 20, 2020, 9:14 PM IST