Diwali 2023: નૂતન વર્ષાભિનંદન, જુનાગઢવાસીઓએ ભવનાથ મહાદેવના દર્શન કરીને નવા વર્ષની કરી શરૂઆત
જુનાગઢ: આજથી વિક્રમ સંવંત 2080 એટલે કે નવા વર્ષનો પ્રારંભ થયો છે, ત્યારે પ્રાચીન પરંપરા મુજબ જુનાગઢ વાસીઓએ સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરતા હોય છે. આદિ-અનાદિકાળથી ચાલતી આવતી આ ધાર્મિક પરંપરા આજે પણ જુનાગઢવાસીઓમાં જોવા મળી રહી છે. વહેલી સવારથી જ જૂનાગઢ વાસીઓ ભાવનાથ મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતાં. આજે દિવસ દરમિયાન લોકો ભવનાથ મહાદેવના દર્શન કરીને સ્વયંભૂ મહાદેવની કૃપા તેમના પરિવાર પર સદાય જળવાયેલી રહે તેવી પ્રાર્થના સાથે નવા વર્ષની શુભ શરૂઆત કરી રહ્યાં છે. સાથે એક બીજાને પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતના અનેક ધાર્મિક સ્થળો પર નવા વર્ષને લઈને ભાવિકોની ભીડ જોવા મળી રહી છે.
Loading...