હવે 24 કલાક જોઈ શકાશે પોલ્યુશન લેવલ, સુરત કોર્પો.એ કર્યું મોટું કામ

By

Published : Dec 22, 2022, 8:16 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

thumbnail

સુરત શહેરમાં હવામાં પ્રદૂષણની (Pollution in Surat) માત્રા કેટલી છે તે અંગે હવે સુરતના લોકો 24 કલાક તમામ પ્રકારના ડેટા જોઈ શકશે. આ માટે સુરત મહાનગરપાલિકાએ( Surat of pollution) ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. સુરત મહાનગરપાલિકા વિદેશી કંપનીના સહયોગથી CAAOLQMS સ્ટેશન (CAAOLQMS station erected Surat ) ઊભા કર્યા છે. એક મહિનામાં માહિતી પાલિકાની વેબસાઈટ પર મળતી થઈ જશે. સુરત ઔદ્યોગિક વિસ્તાર છે. અને છેલ્લા ઘણા વર્ષોથી ઉદ્યોગોના કારણે હવામાં પ્રદૂષણની માત્રા પણ વધી રહી છે. જેની અનેક ફરિયાદો ખાસ કરીને પાંડેસરા સચિન સહિતના વિસ્તારોના રહીશોએ વારંવાર કરી છે. જોકે હજુ પણ ના લોકોની (amount of pollution) ફરિયાદ છે કે હવામાં પ્રદૂષણની માત્રા ઓછી થઈ નથી. અને કાર્યવાહી પણ નામ માત્રની છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ લોકોને હવામાં પ્રદૂષણની માત્રાની જાણકારી મળી શકે આ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. હવે સુરતના લોકો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ થકી 24 કલાક હવાની પ્રદૂષણની (Air pollution levels in Surat) માત્રાના ડેટા જોઈ શકશે. સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ(Surat Municipal Corporation website) પર ઇન્ટીગ્રેટ કરવામાં આવશે અને આ તમામ માહિતીઓ વેબસાઈટ પર જોઈ શકાશે

Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.