સુરતની 12 વિધાનસભા ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ, સુરતમાં મતગણતરી કેન્દ્રો 8મીએ ખુલશે

By

Published : Dec 2, 2022, 2:59 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

ગુજરાત વિધાનસભા ચૂંટણી( Gujarat Assembly Election 2022 ) માં પહેલી ડીસેમ્બરે મતદાન પ્રક્રિયા ( First Phase Poll 2022) કરવામાં આવી હતી. ત્યારે જેમાં પ્રથમ તબક્કાના મતદાનમાં જનતાએ મતદાન કર્યું હતું. જેમાં પહેલીવાર મત આપી રહેલા નવયુવાનોએ ઉત્સાહભર મતદાન (Youth Voting in Surat ) કર્યું હતું એ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સુરતની 12 વિધાનસભા બેઠકોમાંથી કતારગામ, વરાછા, કરજ અને કામરેજ એમ 4 વિધાનસભાની બેઠકો ઉપર ભારે રસાકસી જોવા મળી હતી. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM મશીનની સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ EVM મશીનને સુરતમાં ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મતગણતરી કેન્દ્ર અને SVNIT કૉલેજના મતગણતરી કેન્દ્રના સ્ટ્રોંગ રૂમમાં ( Surat Counting Center ) મૂકવામાં આવશે અને 8 તારીખે મતગણતરીના દિવસે આ સીલ ખોલવામાં આવશે.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.