સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યો લોકોને ન્યાય મળવામાં થતા વિલંબનો મુદ્દો, મોદી સરકારની નીતિ પર પણ ઉઠાવ્યો સવાલ

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 7:17 PM IST

thumbnail

નવી દિલ્હી: સંસદમાં એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે હાઈકોર્ટના ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી છે કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયાધીશોની નિમણૂક માટે દરખાસ્ત મોકલવામાં આવી હોવા છતાં સરકારે તેને અટકાવી રાખી છે, અને ભાજપ સરકાર તેની પસંદગી મુજબ ન્યાયાધીશોની નિમણૂક કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે સંસદ સત્ર દરમિયાન રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો કે, સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ઠપકો આપવો પડે છે, કારણ કે તે કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી દરખાસ્તોને દબાવી રાખે છે અને ભાજપ સરકાર તેને ગમે ત્યાં ક્લિયર કરવાની મંશા ધરાવે છે. મેમોરેન્ડમ ઓફ પ્રોસીજર ખૂબ જ સ્પષ્ટ છે અને બંધારણની કલમ 224 ખૂબ જ સ્પષ્ટ છે કે, ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ, પરંતુ ભાજપ સરકાર ન્યાયિક વ્યવસ્થામાં પણ મનસ્વી વલણ દાખવાતા પોતાના મનપસંદ ન્યાયાધીશોની નિમણૂક કરવાનો પ્રયાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.