કામરેજ ખાતે કેન્દ્રીય પ્રધાન કૌશલ કિશોરની અધ્યક્ષતામાં બેઠક મળી

By

Published : Dec 31, 2022, 7:53 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

thumbnail

સુરત જિલ્લાના કામરેજ ગામે આવેલ ઉમા મંગળ હોલ ખાતે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન કૌશલ કિશોર( Union Minister Kaushal Kishore) હાજર રહ્યા લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની બેઠક મળી. કેન્દ્રીય રાજ્ય પ્રધાન કૌશલ કિશોરની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભા પ્રભારી અશોક ધોરાજીયા,સંયોજક ગણપત વસાવા,જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈ તેમજ કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ(President of Kamrej Taluka Panchayat) અજીત આહીરની હાજરીમાં કામરેજના ઉમાં મંગલ હોલ ખાતે બેઠક મળી હતી. કેન્દ્રીય પ્રધાન કૌશલ કિશોરે તેમની મુલાકાતમા જણાવ્યું હતું કે આવનાર વર્ષ 2046 માં ભારતની આઝાદીના સો વર્ષ પૂર્ણ થતાં દેશના પ્રધાન પ્રધાન વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટેનો રોડ મેપ તૈયાર કરવા બેઠકમાં ઉપસ્થિત કામરેજ ભાજપના યુવા મોર્ચા,મહિલા મોરચા,સંગઠન તેમજ વિવિધ મોર્ચાના પદાધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.જ્યારે વિપક્ષ વિશે તેમને જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હવે વિપક્ષ રહ્યું નથી કોંગ્રેસ તેમજ અન્ય પક્ષ તરફના મુસ્લિમ મતદારો પણ હવે ભાજપની વિચાર ધારાથી પ્રેરિત થઇને ભાજપ તરફ વળી રહ્યા છે.

Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.