ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં ડ્રાઈવરનું સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બની આ ઘટના, CCTVમાં થઈ કેદ

By

Published : Nov 16, 2022, 4:41 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail

સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં એક કન્ટેનર પલટી મારી ગયું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. કન્ટેનર ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર પલટી મારી ગયું હતું. સુરતના હજીરા વિસ્તારમાં એક કન્ટેનર પસાર થઇ રહ્યું હતું. આ દરમિયાન સાયકલ ચાલક સામેથી આવી રહ્યો હતો. તે વેળાએ અચાનક જ ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું. કન્ટેનર રોડની બાજુની સાઈડમાં રહેલા ખાડામાં પટકાયું હતું. કન્ટેનર પલટી થયા બાદ ભારે નુકશાન પણ થયું હતું. આ ઘટના બાદ ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવાના સમાચાર સામે આવ્યા નથી. container overturned in Hazira Hazira industrial area of Surat Incident captured on CCTV Driver lost control of the steering wheel

Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.