જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદથી ડીસા પંથકના ગામડાઓ બેટમાં ફેરવાયા

By

Published : Aug 4, 2022, 7:27 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

thumbnail

બનાસકાંઠા: આજે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત અવિરત પણે વરસાદ વરસી(Rain in Banaskantha) રહ્યો છે જેના કારણે ડીસા પંથકના ગામડાઓના ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે. હવામાન વિભાગની આગાહી(Meteorological department forecast) પ્રમાણે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદે અને તાલુકાઓને આજે ઘમરોળી નાખ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા ધાનેરા તાલુકામાં(Disa Dhanera Taluka of Banaskantha) પડેલા ભારે વરસાદના કારણે પરિસ્થિતિ બેકાબુ બની છે. ભારે વરસાદના પગલે ખાસ ડીસા તાલુકામાં વરસાદી પાણીના કારણે અનેક ખેતરો પાણીના બેટમાં ફેરવાયા હતા. ભારે વરસાદથી એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ પણ આજે બંધ થઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને રસ્તા પરથી પસાર થવું ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. ભારે વરસાદની આગાહીના પગલે પણ વહીવટી તંત્ર એલર્ટ(Administrative system alert) બની છે. તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ આપી દીધા છે. જેથી 2015 અને 17માં જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે ન સર્જાય. ધાનેરા ડીસા વચ્ચે આવેલા 10 જેટલા ગામડાઓના ખેતરોમાં બેથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે, જેનાલ, વરણ, શેરપુરા, લક્ષ્મીપુરા, કંસારી સહિત આજુબાજુના ગામના ખેતરોમાં પાણી નદીની જેમ વહેવા લાગતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોએ વાવેલા મહામૂલો મગફળીનો પાક નષ્ટ થતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે.

Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.