તિરંગા યાત્રા તો ઠેર ઠેર નિકળે છે પરંતુ વાઘોડિયાના ધારાસભ્ય જેવો ઉત્સાહ તમે ક્યાંય નહી જોયો હોય

By

Published : Aug 14, 2022, 9:12 AM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

thumbnail

વડોદરા હર ઘર તિરંગા અભિયાનને Har Ghar Tricolor campaign સફળ બનાવવા માટે રાજ્યના અનેક શહેરોમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવામાં આજે વડોદરા પાસે નંદેસરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હાથમમાં તિરંગો પકડીને તેમાં ભાગ લેવા પહોંચેલા હતા. તેમણે તેમની અનોખી અદામાં ડાન્સ કર્યો હતો. ડાન્સ જોઈને તિરંગા યાત્રાનો Har Ghar Tiranga Yatra તેમનો હરખ છલકાયો હતો. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમના અનોખા અંદાજ અને બેબાક વાણીના કારણે જાણીતા છે, પરંતુ આટલું જ નહી તેઓ નેતા હોવાની સાથે અભિનેતા અને ગાયક પણ છે. મોકો મળતા જ લોકો સમક્ષ તેમની કળા રજૂ કરે છે. તાજેતરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મધુ શ્રીવાસ્તવ પહોંચ્યા હતા. ત્યાં આદિવાસી નૃત્યમાં એટલા લીન બન્યા કે, હાથમાં તીર કામઠુ પકડીને તેઓ નાચવા લાગ્યા હતા. જેનો વિડીયો સામે આવતા જ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા.  આજે પણ આવી જ એક ઘટના સામે આવી છે. આજે શહેર પાસે આવેલા નંદેસરીમાં તિરંગા યાત્રાનું Har Ghar Tiranga આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ધારાસભ્ય MLA of Waghodia મધુ શ્રીવાસ્તવે તેમના હાથમાં તિરંગો પકડીને નાચતા જોવા મળ્યા હતા. તેમના ડાન્સ સ્ટેપ્સ ટાણે તિરંગો ઉંચો જ રહે તેનું તેઓ ખાસ ધ્યાન રાખી રહ્યા હતા. તિરંગો હાથમાં લઇને ઝૂમતી વખતે તેમના ચહેરા પર અલગ જ ભાવ જોવા મળ્યો હતો. આ ઘટના નજરે જોનાર મધુ શ્રીવાસ્તવની ખુશીનો અંદાજો લગાડી શકતા હતા. હાલ આ ઘટનાનો વિડીયો સામે આવતા જ તેઓ અગાઉની જેમ સોશિયલ મીડિયામાં છવાઈ જાય તો નવાઈ નહીં.

Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.