વિધાનસભા પોડિયમ પર ઠક્કરબાપાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ, 154મી જન્મજયંતિ નિમિત્તે તેમના કાર્યો યાદ કરાયાં

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 4:10 PM IST

thumbnail

ગાંધીનગર : ઠક્કરબાપા તરીકે જાણીતાં ગુજરાતની ધરતીના પનોતા પુત્ર અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની 154મી જન્મજયંતિ નિમિત્તે કૃષિપ્રધાન રાઘવજીભાઈ પટેલે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા ઠક્કરબાપાના તૈલચિત્રને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. આ તકે રાઘવજીએ આઝાદીની ચળવળમાં ઠક્કરબાપાએ આપેલા અમૂલ્ય યોગદાન અને બંધારણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાય માટે કરેલા દેશહતિના કાર્યોને પણ યાદ કર્યા હતાં. તેમણે ગુજરાત અને પંચમહાલના દુષ્કાળ વખતે આદિવાસીઓ માટે રાહત કામગીરીમાં ખુબ જ ઉમદા કાર્ય કર્યું હતું. આ ઉપરાંત અસહકારની લડતમાં ધરપકડ, દોઢ માસનો જેલવાસ, અખિલ હિન્દ હરિજન સેવક સંઘના મંત્રી અને બંધારણસભાના સભ્ય, બંધારણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાય માટે દેશહિતના કામો પણ તેમણે કર્યા હતાં. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલ તથા વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ તેમ જ કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહીને ઠક્કરબાપાને પુષ્પ અર્પણ કર્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.