ભાજપ તરફથી જન્મદિવસના અવસર પર ધારાસભ્યને મળી અવિસ્મરણીય ભેટ

By

Published : Nov 11, 2022, 10:52 AM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail

લુણાવાડા વિધાનસભાની ચૂંટણીને લઈને ગઈકાલે ગુજરાતમાં ઉમેદવારોની (Lunawada Assembly Election) જાહેર થયેલી યાદીમાં લુણાવાડા બેઠક માટે જીગ્નેશ સેવકના જન્મદિવસે નામ જાહેર થતાં અવિસ્મરણીય ભેટ ભાજપ તરફથી મળી છે. મહિસાગર જિલ્લાની ત્રણ બેઠકો માટે નામ જાહેર થયા છે. તેમાં સંતરામપુર બેઠક માટે વર્તમાન ધારાસભ્ય કુબેર ડીંડોર, બાલાસિનોર માટે સને 2017માં ચૂંટણી (Assembly candidate in Mahisagar) લડેલા માનસિંહ ચૌહાણ અને લુણાવાડા માટે વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ સેવકનું નામ જાહેર થયું છે. જીગ્નેશ સેવકે જણાવ્યું હતું કે, લુણાવાડામાં બુથના પ્રમુખ તરીકેની કામગીરી કરી છે અને ત્રણ વર્ષ સુધી ગત વિધાનસભામાં બાય ઇલેક્શનમાં ચૂંટાઈને મોકલ્યો, લોકોના કાર્યો કર્યા, જન પ્રતિનિધિ તરીકે મને મોકલ્યો. આ ટિકિટ ભાજપના (Lunawada Assembly seat)  કાર્યકર્તાઓની આવી છે. પાર્ટીનો વિજય પણ થવાનો છે, કાર્યકર્તાઓનો વિજય થવાનો છે. લુણાવાડાની પ્રજા માટે આવનાર સમય માટે હું બધાને મદદરૂપ થઈ શકું અને બાકી રહેલા કામો કરી શકું એવી જ દેવાથી દેવ મહાદેવ અને કૃષ્ણ કનૈયા રણછોડ દાદાને પ્રાર્થના કરું છું. (Gujarat Assembly Election 2022)

Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.