જીતુ વાઘાણીના પરિવારે ઢોલ નગારા સાથે જઈ મત આપ્યો

By

Published : Dec 1, 2022, 5:07 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

ભાવનગર : ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ ઢોલ નગારા સાથે (First phase Election 2022) મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી મતદારો બુથ પર પહોંચીને પોતાના મતાધિકારનો (Voters in Bhavnagar) ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં પ્રથમ મતદાન કરનાર લોકો પણ મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ ઢોલ નગારા સાથે મતદાન કર્યું હતું. પોતાના પત્ની, માતા, પુત્ર અને પુત્રી સાથે ડો.બાબા સાહેબ આંબેડકર (Jitu Vaghani voted in Bhavnagar) કુમાર છાત્રાલય બુથ ખાતે મતદાન કર્યું હતું. જીતુ વાઘાણી બુથ પર આવીને લાઈનમાં ઉભા રહ્યા હતા. જો કે, મત આપવા આવેલા લોકોની વિનંતીએ આગળ આવીને મતદાન કર્યું હતું. (Gujarat Assembly Election 2022)

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.