જયેશ રાદડિયાએ જામકંડોરણાથી મતદાન કર્યું , આશા કરી વ્યક્ત

By

Published : Dec 1, 2022, 2:37 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Assembly Election 2022 માટે પ્રથમ તબક્કાના મતદાન First Phase Election 2022 આજે યોજાયું છે. જેમાં પ્રધાનો પણ મતદાન કરી રહ્યાં છે.પૂર્વ કેબિનેટપ્રધાન અને જેતપુર વિધાનસભા બેઠક Jetpur Assembly Seat ના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ Jayesh Radadia Vote જામકંડોરણા ખાતેથી મતદાન કર્યું હતું. રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર જામકંડોરણા વિધાનસભા બેઠકના ભાજપ પક્ષના ઉમેદવાર તેમજ પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોતાનું મતદાન કરીને લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી હતી. તેમણે મતદારો વધુને વધુ મત કરે તે માટેની પણ અપીલ કરતાં કહ્યું કે લોકશાહીના પર્વને સૌ કોઈએ સાથે મળી ઉજવવું જોઈએ. સાથે જ જેતપુર વિધાનસભાના લોકો તેમને જંગી બહુમતીથી જીતાડશે તેવી પણ આશા મીડિયા સમક્ષ વ્યક્ત કરી છે.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.