કોંગ્રેસમાં ફરી ગાબડું પડતા રાજકારણ ગરમાર્યું,નવસારીમાં રાજકીય દોડધામ

By

Published : Nov 21, 2022, 11:01 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

નવસારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો (Navsari assembly seat) બાકી રહ્યા છે જેને લઈને પ્રચારના દોર શરૂ થયા છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને ત્રીજા મોરચા તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટીએ પણ પોતાના મુરતિયાઓ મેદાને ઉતાર્યા છે. નવસારી ચાર વિધાનસભા બેઠકો પૈકી ગણદેવી વિધાનસભા બેઠક (Gandevi assembly seat) ભાજપના સીટિંગ ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન નરેશ પટેલનો ગઢ માનવામાં આવે છે, ત્યારે આ કબજે કરવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. આ બેઠક પર કોંગ્રેસે પહેલા શંકર પટેલને પોતાના ઉમેદવાર (Gandevi Assembly Candidate) જાહેર કર્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસે રણનીતિ બદલીને કિશોર પટેલને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસ કોઈપણ ભોગે આ બેઠક જીતવા માટે સપના સેવી રહી છે, ત્યારે કોંગ્રેસના અરમાનો પર પાણી ફરી વળ્યું હોય તેમ ગઈકાલે ગણદેવી વિસ્તારના પીઢ કોંગ્રેસી કાર્યકર્તાઓ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના હાથે ખેસ ધારણ કરી ભાજપમાં (Congress workers joined BJP in Gandevi) જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી સમયે કાર્યકરો ભાજપમાં જોડાતા હાલ કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. (Gujarat Assembly Election 2022)

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.