ગાંધીનગર ખાતે ICAI દ્વારા ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શનનું આયોજન, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની વિશેષ ઉપસ્થિતિ

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 10:50 PM IST

thumbnail

અમદાવાદ : ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા ગાંધીનગર ખાતે ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન (GloPAC) નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પૂર્વે યોજાયેલી પત્રકાર પરિષદમાં ICAI પ્રમુખ CA અનિકેત તલાટી દ્વારા આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, આગામી 24 થી 26 નવેમ્બર દરમિયાન કનેક્ટિંગ ધ ગ્લોબ, ક્રિએટિંગ વેલ્યુ થીમ પર ત્રિદિવસીય ઈવેન્ટ યોજાશે.

GloPAC નું આયોજન : વિશ્વમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સૌથી મોટી પ્રોફેશનલ સંસ્થા ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા 24 થી 26 નવેમ્બર દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે કનેક્ટિંગ ધ ગ્લોબ, ક્રિએટિંગ વેલ્યુ થીમ પર પ્રથમ ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન (GloPAC) નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના નારણપુરા સ્થિત ICAI ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદના માધ્યમથી ICAI પ્રમુખ CA અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, ICAI પ્રથમવાર GloPAC નું આયોજન કરી રહી છે. જેમાં 200 થી વધુ ઈન્ટરનેશન અને દેશભરના પાંચસો શહેરમાંથી 400થી વધુ ડેલિગેટ્સ જોડાશે.

ઉપરાષ્ટ્રપતિની વિશેષ ઉપસ્થિતિ : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને કેબિનેટ પ્રધાન પિયુષ ગોયલ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઇવેન્ટ દરમિયાન ઓડિટ, એકાઉન્ટીંગ, ટેક્સેશન અને વેલ્યુએશન સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં ICAI પ્રમુખ CA અનિકેત તલાટી, ICAI વાઇસ પ્રેસિડેન્ટ CA રણજીત કુમાર અગ્રવાલ, ICAI અમદાવાદના ચેરપર્સન ડો. અંજલિ ચોક્સી ઉપસ્થિત રહ્યા હતા.

કોર્સ કરિક્યુલમમાં બદલાવ : અનિકેત તલાટીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, અમે નવી પરીક્ષા પદ્ધતિ શરુ કરી છે. જેમાં ચાર પેપર આપવામાં આવશે. જે પેન પેપરની જગ્યાએ ડિજિટલ માધ્યમથી ઓનલાઈન લેવામાં આવશે. આમ આ કોર્સમાં વિવિધ બદલાવ કરવામાં આવ્યા છે. ઉપરાંત ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાઓના એકાઉન્ટીંગમાં સહયોગ આપી ડબલ એન્ટ્રી એકાઉન્ટીંગ કરવામાં આવશે. ઉપરાંત આ પ્રોજેક્ટમાં કામ કરવા માંગતા લોકોને ટ્રેનિંગ આપી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. 

  1. ગાંધીનગર ખાતે 12મી INTERPA કોન્ફરન્સનો શુભારંભ, 63 દેશના 80થી વધુ પોલીસકર્મીઓને અપાશે શિક્ષણ સાથે ટ્રેનિંગ
  2. કેવું હશે ગુજરાત સરકારનું લોકસભા ચૂંટણી લક્ષી બજેટ ? ટેક્સમાં વધારાને લઈને રાજ્ય સરકારે કરી મહત્વપૂર્ણ જાહેરાત

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.