પુલ પરથી પૂરના વહેતા પાણીમાં ટ્રેક્ટર ચલાવ્યું, 5 વ્યક્તિ તણાયા

By

Published : Aug 9, 2022, 5:07 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

thumbnail

નંદગાંવઃ મહારાષ્ટ્રના નંદગાંવ ખંડેશ્વર તાલુકાના (Flood in Maharashtra) જવરા મોલવણ ખાતે સોમવારે સાંજે 7 વાગ્યે એક ચોંકાવનારી ઘટના બની હતી. જ્યાં ભારે વરસાદને પગલે પૂરના પાણીના પ્રંચડ પ્રવાહ અને પુલના અભાવને કારણે 5 લોકો વહેણમાં (five person Swept Away Near Nandgaun) તણાઈ ગયા હતા. પાણીના પ્રચંડ વેગને કારણે ટ્રેક્ટરનું પણ ધોવાણ થયું હતું. આ પાંચેય લોકો આ ટ્રેક્ટરમાં બેઠેલા હતા. મહારાષ્ટ્રના નંદગાંવ (Maharashtra Nanadgaun Flood) સમગ્ર જિલ્લામાં સામવારથી ધોધમાર વરસાદ ચાલુ છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળ ફાટ્યુ હોય એવો વરસાદ થયો છે. નદીઓ છલકાઈ રહી છે. એ જ રીતે નંદગાંવ ખંડેશ્વર તાલુકામાં જાવરા મોલવાનમાંથી વહેતી બેમ્બલા નદીમાં મોટું પૂર આવ્યું છે. નંદગાંવથી જવરા મોલવણ તરફ ટ્રેક્ટરમાં 5 લોકો મુસાફરી કરી રહ્યા હતા.એ સમયે પુલ પરથી છલકાઈ રહેલા પાણીમાં ટ્રેક્ટર ચાલક પુલ પાર કરી શક્યો નહીં. જેમાં કુલ 5 વ્યક્તિઓ બેઠેલા હતા. ભારે પાણી અને પ્રચંડ પ્રવાહને કારણે આગળનો અંદાજો લગાવી શક્યા નહીં. જેના કારણે આ ઘટના બની હતી. ટ્રેક્ટરનું સંતુલન ખોરવાતા ટ્રેક્ટર નદીમાં ખાબક્યું હતું. ટ્રેક્ટરને ડૂબતા જોઈને બે વ્યક્તિઓ કોઈ રીતે બહાર નીકળી ગયા હતા. જ્યારે ત્રણ વ્યક્તિ લાપતા થઈ છે. પુલની ઉપરથી પાણી વહી રહ્યું હતું એ સમયે ટ્રેક્ટર ચાલકે જીવના જોખમે આ પગલું ભર્યું. અક્ષય રામટેકે અને પલસામંડલ નારાયણ બન્ને બહાર નીકળવામાં સફળ રહ્યા. ત્રણેયની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તલાટી રાઠોડે નંદગાંવ ખંડેશ્વર તહસીલદારને આપેલા પ્રાથમિક અહેવાલમાંથી માહિતી આપી છે કે હજુ પણ ખાસ કોઈ ભાળ મળી નથી.

Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.