સુરતમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની બાજુની મિલમાં આગ લાગતા બ્રિગેડ કોલ જાહેર કરાયો

By

Published : Nov 16, 2022, 8:51 AM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail

સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. અહીં પાંડેસરા પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલી પ્રયાગરાજ મિલમાં એકાએક ભીષણ આગ લાગી હતી. જોકે, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે, પરંતુ આખી મિલ આગની ઝપેટમાં આવી ગઈ હતી. હાલ ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. સાથે જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અત્યારે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. તો કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. આ બાબતે સુરત એડિશન ફાયર ઓફિસર બસત પરીખે જણાવ્યું હતું કે ગઈકાલે (મંગળવારે) રાત્રે ફાયર કન્ટ્રોલમાં 8.47 વાગ્યે કોલ મળ્યો હતો કે, પ્રયાગરાજ મિલમાં ભીષણ આગ લાગી છે. એટલે ત્યાં સૌ પ્રથમ વખતે ત્યાં ડિંડોલી, ભેસ્તાન અને ડુમબાલ ફાયર સ્ટેશનની કુલ 7 ગાડીઓ ત્યાં પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મિલમાં સાડીનો જથ્થો હોવાના કારણે આગે આખા ત્રણ માળના બિલ્ડીંગને પોતાની ઝપેટમાં લીધી હતી. જોત જોતામાં આગે આખા મિલને પોતાની ઝપેટમાં લેતા અંતે ફાયર કન્ટ્રોલ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. બ્રિગેડ કોલ જાહેર કરતા 17થી વધુ ગાડીઓ પહોંચી હતી. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોઈ શકે છે. અંતે રાતે 1:57એ ફાયરની છેલ્લી ગાડી પરત ફરી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નહતી. Fire at near Pandesara Police Station in pandesara gidc surat Surat Fire Brigade

Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.