business of diamonds : ભાવનગરમાં હીરાના કારીગરોને બેરોજગારી ઉભી થાય તે પહેલાં સરકાર મદદ કરે તેવી અપેક્ષા

By

Published : Apr 22, 2022, 5:05 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

thumbnail

ભાવનગર શહેરમાં અને જિલ્લામાં 2.5 લાખ લોકોને રોજગારી હીરા વ્યવસાય આપી રહ્યો છે. હીરામાં આવેલી મંદીના કારણે હાલમાં પરિસ્થિતિ વણસતી જાય(Bhavnagar Diamond Industry) છે. ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે રફ ડાયમન્ડમાં ભાવ વધતા જાય છે તેનું કારણ યુક્રેન રુસ યુદ્ધ છે. તૈયાર હીરાની માંગ ઘટી ગઈ છે. હજારો લોકોના પરિવારના પ્રશ્ન હોવાથી હીરાના ઉદ્યોગકારો( Diamond raw material)હાલમાં નફા વગર વ્યવસાય ચલાવી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી આમ ચાલી રહ્યું છે હવે લાબું ચાલી શકે તેમ નથી.  ભાવનગરનો હીરાનો વ્યવસાય સુરત બાદ બીજા નંબર પર આવે છે. હીરામાં આવેલી મંદીમાં આગામી 15 દિવસ કે 1મહિનો વિતાવવો (Ukraine Russia war)મુશ્કેલ છે. ડાયમન્ડ એસોસિયેશન પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વહેલી તકે સરકાર કોઈ રાહત નહિ આપે તો હીરાના વ્યવસાયમાં રોજગારી મેળવતા અનેક લોકો બેરોજગારી તરફ ધકેલાશે કારણ કે છેલ્લા એક મહિના કે 15 દિવસથી હીરાના ઉદ્યોગકારો નફા વગર ખેંચી રહ્યા છે. એક તરફ બેન્ક પણ હીરાના વ્યવસાયકારોને રેડ ઝોનમાં મુક્યાં છે તો કોઈ લોન પણ મળતી નથી. કારીગરોને સરકાર સબસીડી કે સહાય આપવાનું વિચારે તે જરૂરી બન્યું છે. કોઈ એક રસ્તો કરવામાં નહિ આવે તો શહેરમાં 50 હજાર લોકોની રોજગારી અને અને જિલ્લામાં બે લાખ લોકોની રોજગારી ઉપર અસર ઉભી થશે.

Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.