Bilkis Bano case: બિલ્કિશ બાનુના દાહોદ સ્થિત નિવાસસ્થાને ફટાકડા ફોડી ઉજવણી

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 6:52 PM IST

Updated : Jan 8, 2024, 7:15 PM IST

thumbnail

દાહોદ: આજે ચકચારી બિલ્કિશ બાનુ કેસમાં સુપ્રીમે મહત્વનો ચૂકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે ગુજરાત સરકારે  બિલ્કિશ બાનુ કેસમાં 11 દોષિતોને આજીવન કેદની સજામાંથી મુક્તિ આપી હતી. જે મામલે બિલ્કિશ બાનુએ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે અપીલ કરી હતી. ત્યારે આજે આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ્દ કર્યો હતો. 

પરિવારજનોમાં ખુશી: આજે લાંબા સમયથી લડત લડી રહેલા બિલ્કિશ બાનુના પરિવારમાં ખુશી જોવા મળી હતી. પરિવારજનોએ ફટાકડા ફોડી કરી ઉજવણી કરી હતી. બિલ્કિશ બાનુના દાહોદ સ્થિત નિવાસસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાના રંધિકપુર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. બિલ્કિશ બાનુ કેસમાં આરોપીઓને ફરી જેલમાં મોકલવાના નિર્ણયને પરિવારજનોએ વધાવ્યો હતો.

શું હતો કેસ: ગોધરા ટ્રેન આગ પછીના રમખાણો દરમિયાન, 21 વર્ષીય બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેની ત્રણ વર્ષની પુત્રી સહિત પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. 21 જાન્યુઆરી, 2008ના રોજ મુંબઈની વિશેષ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અદાલતે બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા માટે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી.

Last Updated : Jan 8, 2024, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.