અમદાવાદમાં ફાઇનલ મેચને લઈ ઉત્સાહનો માહોલ, ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી એરપોર્ટ
Updated: Nov 16, 2023, 10:30 PM |
Published: Nov 16, 2023, 10:25 PM
Published: Nov 16, 2023, 10:25 PM
Follow Us 

અમદાવાદ: 19 નવેમ્બર 2023 ના રોજ ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલ મેચ યોજાવાની છે જેને લઇને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત ફાઇનલમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યું છે ત્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ફાઇનલ મેચ અગાઉ ટીમ ઇન્ડિયાનું આગમન થઈ ગયું છે. અમદાવાદના આંગણે યોજાનારી ફાઇનલ મેચને લઈને કરોડો ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રલિયા જીત મેળવીને ફાઇનલમાં પહોંચ્યું છે ત્યારે હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ રમાશે. આ મહામુકાબલા માટે ટીમ ઇન્ડિયા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી, જ્યાં ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી, જ્યાં એરપોર્ટ પર ભારતીય ક્રિકેટ ખેલાડીઓ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
Loading...