રાજકોટ મનપા ચૂંટણી પરિણામમાં બપોરે 1 વાગ્યા સુધીમાં ભાજપની મહત્તમ બેઠક આગળ

By

Published : Feb 23, 2021, 3:51 PM IST

thumbnail

રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 47.27 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતગણતરી આજે મંગળવારે થઇ રહી છે. જેમાં ભાજપે 52, કોંગ્રેસ 6 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક પર જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કુલ 18 વોર્ડ અને 72 બેઠકો છે. જેમાંથી 36 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ રાજકોટમાં કુલ 10, 94, 005 મતદારો હતા. જે પૈકી 5, 67, 002 પુરુષો, 5, 26, 984 મહિલા અને 19 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.