ગુલાબ વાવાઝોડાના કારણે ભાવનગરમાં ધોધમાર વરસાદ, માલણ, બગડ અને રોજકી ડેમ overflow

By

Published : Sep 29, 2021, 2:05 PM IST

thumbnail

ગુલાબ વાવાઝોડાના (Gulab Cyclone) કારણે હવામાન વિભાગે (Meteorological Department) ભારે વરસાદની આગાહી કરી હતી, જેના કારણે ભાવનગરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ (Heavy Rain) પડ્યો હતો. આથી મહુવાના માલણી રોજકી અને બગડ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. હાલમાં માલણ ડેમ 9 ઈંચ ઓવરફ્લો સપાટીથી વહી રહ્યો છે. જ્યારે બગડ અને રોજકી પણ ઓવરફ્લો થયા છે. સાથે જ તંત્રએ કુંભણ, લખુપરા, મહુવા, કતપર, જગધાર સહિતના ગામોને એલર્ટ પર મુક્યા છે. સાથે જ ડેમના દરવાજા ઓટોમેટિક હોવાથી ગમે ત્યારે ખૂલવાથી નદીના પ્રવાહમાં વધારો થઈ શકે છે. આથી લોકોએ સલામત સ્થળે ખસી જવા કહેવામાં આવ્યું છે. સાથે જ તંત્રએ લોકોને નદીના પટમાં ન સુવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત ગામના તલાટી મંત્રીઓને ફરજ પર હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.