ખેડૂત નેતા પાલ આંબલીયાએ અતિવૃષ્ટિ જાહેર કરવા કરી માગ
Published on: Sep 30, 2021, 9:14 AM IST

રાજ્યમાં વરસી રહેલા અવીરત વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકશાન માટે ખેડૂત નેતા પાલ આંબલીયા એ સરકાર પાસે સહાય માટે માંગણી કરી હતી. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનું સહાય માટે નિવેદન આપ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને લઈને ખેડૂતોના હાલ બેહાલ થયા છે તો દ્વારકા સહિત રાજકોટ, જામનગર અને સમગ્ર સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદને લઈને તારાજી સર્જાય છે. ખેડૂતોના પાકને ભારે વરસાદને લઈને થઈ રહ્યું છે મોટું નુકસાન ત્યારે ખેડૂત નેતા પાલ આંબલીયા એ સરકાર પાસે સહાય ની માંગ કરી ત્વરિત ખેડૂત ને મદદ કરવા સરકાર ને અપીલ કરી હતી.
Loading...