જેતપુર મેવાસા ગામે યુરિયા ખાતરની થેલીમાંથી ધૂળ પથ્થર નીકળ્યા

By

Published : Jan 2, 2021, 12:12 PM IST

thumbnail

જેતપુરઃ શિયાળુ રવી પાક સમયે યુરિયા ખાતર મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા સહકારી મંડળીમાંથી ખરીદી થતી હોય છે. ત્યારે કૃભકો કંપનીના યુરિયા ખાતરમાં કૌભાંડની ગંધ આવી રહી છે. મેવાસા સહકારી મંડળીમાંથી ખેડૂતો દ્વારા કૃભકો કંપનીનું 16 નંબરની થેલીનું ખાતર જ્યારે ખરીદી કરવામાં આવ્યું ત્યારબાદ રવી પાકમાં આ ખાતર નાખવામાં આવ્યું. તે સમયે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ઉલ્લેખનીય છે કે યુરિયા ખાતર શુદ્ધ નાઇટ્રોજનમાંથી બનતું હોય છે અને આ ખાતર એટલું શુદ્ધ હોય છે કે 24 કલાક ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે તો પણ બાષ્પીભવન થઈ જાય છે. પરંતુ કૃભકો કંપનીના યુરિયા ખાતરની થેલીઓ જ્યારે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી ત્યારે ખાતરની સાથે સાથે થેલીમાંથી પથ્થર અને ધૂળ નીકળતા આશ્ચર્યચકિત થયા હતા. ત્યારે કમોસમી વરસાદ બાદ ખેડૂતોની શિયાળુ પ્રથમ સિઝન સમયે જ આ પ્રકારની છેતરપીંડી કંપનીઓ દ્વારા કરવામાં આવતા મેવાસા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને યુરિયા ખાતર બનાવતી આવી કંપનીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.